Friday, March 6, 2026

લોકશાહીનો લાઇવ ક્લાસરૂમ-વિધાનસભામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ એ ગૃહ ની કામગીરી નિહાળી

Advertisement
Advertisement
Advertisement

નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળી લોકશાહી પ્રક્રિયાનો જીવંત અને પ્રેરણાદાયી અનુભવ કર્યો. ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ના સહયોગથી આ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી, ચર્ચા અને નીતિ નિર્માણની સમગ્ર પ્રક્રિયા નજીકથી જોઈને રાજ્યવ્યવસ્થાની ઊંડી સમજ મેળવી. પાઠ્યપુસ્તકની બહાર આવીને લોકશાહી કેવી રીતે કાર્ય કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો, જે તેમના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થશે.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતતા મંત્રી પ્રદ્યુમ્નસિંહ વાજા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું. યુવાનો સાથેની આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ બની.
સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા જણાવ્યું હતું કે આવી શૈક્ષણિક મુલાકાતો યુવાનોને જાગૃત, જવાબદાર અને સક્રિય નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અંતમાં, કોલેજના પ્રિન્સિપાલ નિલેશ મિરાણી અને વહીવટી અધિકારી પ્રકાશ ગૂગડિયા એ આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજન અને માર્ગદર્શન આપ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW