મોરબી તાલુકામાં દેશીદારૂનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રંગપર (બે) ગામની સીમમાં પોલીસે બોલેરો પીક-અપ સાથે રૂ. 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરી રહેલી મોરબી તાલુકા પોલીસ ને મોટી સફળતા મળી છે. રંગપર (બે) ગામની સીમમાં એલીયન્ટ સીરામીક પાછળના કાચા રસ્તા પરથી દેશીદારૂનો જથ્થો ભરેલી મહેન્દ્ર બોલેરો પીક-અપ કાર ઝડપી પાડવામાં આવી છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સંદેફ (સિલ્વર) કલરની મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર (રજી. નં. GJ-03-AZ-8667), જેના આગળના કાચમાં લાલ અક્ષરે અંગ્રેજીમાં “Hassan” લખાયેલ છે, તે ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર કેફી પદાર્થ ભરી મોરબી તરફથી જેતપર તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ હાથ ધરતા વાહનને રોકી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વાહનમાંથી મોટા પ્રમાણમાં દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે:

કબ્જે કરેલ મુદ્દામાલ:

1. દેશીદારૂ લીટર – 1000 (કિંમત રૂ. 2,00,000/-)

2. મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર (રજી. નં. GJ-03-AZ-8667) (કિંમત રૂ. 3,00,000/-)

આ રીતે કુલ રૂ. 5,00,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ મામલે બોલેરો પીક-અપ કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખી હોવાનું જણાવી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW