Friday, March 6, 2026

મોરબીમાં મિલકતવેરા ઉઘરાણી અભિયાન તેજ 88 મિલકતો સીલ, 634 બાકીદારોને વોરંટ – 2 રહેણાંક મિલકતના નળ કનેક્શન કપાયા

Advertisement
Advertisement
Advertisement

Morbi Municipal Corporation દ્વારા વર્ષ 2025-26 માટે બાકી રહેલા મિલકતવેરા અને અન્ય ટેક્સની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિલકતવેરા શાખા દ્વારા બાકીદારો સામે વોરંટ બજવણી અને સીલિંગની કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 634 મિલકતધારકોને વોરંટ નોટિસો આપવામાં આવી છે. સીલિંગ અભિયાન અંતર્ગત હાલમાં 88 મિલકતો સીલ કરવામાં આવી છે, જેમાંથી 24 બાકીદારો દ્વારા રકમ ભરપાઈ કરતાં તેમની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું છે.

આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ ₹26.54 કરોડ અને જુદા જુદા ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ₹2.53 કરોડ જેટલી આવક પ્રાપ્ત થઈ છે.

રહેણાંક મિલકતોમાં ટેક્સ બાકી રાખનાર 2 આસામીઓના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં જે રહેણાંક મિલકતોમાં ₹10,000 થી વધુ મિલકતવેરો બાકી રહેશે અને ભરપાઈ નહીં થાય, તેમની સામે નળ તથા ડ્રેનેજ કનેક્શન કપાવાની કાર્યવાહી કરવામાં આવશે.

31 માર્ચ 2026 સુધી ખાસ ઉઘરાણી અભિયાન

મિલકતવેરા શાખાની વોરંટ અને સીલિંગ પ્રક્રિયા તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. બાકીદારોએ સમયસર વેરો ભરપાઈ ન કર્યે મિલકતવેરા પર 18% વ્યાજ લાગુ થશે.

મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં દર શનિવારે પણ વેરા સ્વીકારવામાં આવશે.

11 ક્લસ્ટર ઓફિસોમાં ટેક્સ સ્વીકાર

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 11 ક્લસ્ટર ઓફિસોમાં ટેક્સ સ્વીકારવામાં આવી રહ્યો છે. ટેક્સ ભરપાઈનો સમય મુખ્ય કચેરીમાં સવારે 10:30 થી સાંજે 5:00 સુધી અને ક્લસ્ટર ઓફિસોમાં સવારે 10:30 થી સાંજે 4:00 સુધી નક્કી કરવામાં આવ્યો છે.

POS મશીન દ્વારા પણ રૂમ નં. 9 ખાતે ટેક્સ સ્વીકારવાની સુવિધા શરૂ કરાઈ છે.

ઓનલાઈન અને મોબાઈલ એપથી સરળ ચુકવણી

નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://mmcgujarat.in/ તથા Play Store પર ઉપલબ્ધ “Morbi Municipal Corporation” એપ દ્વારા મિલકત નંબર દાખલ કરી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકે છે.

મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરપાઈ કરી દંડ અને કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW