મોરબી મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનીટી ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા તા.૦૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. ડે. એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સામાજિક અને સંસ્થાકીય વિકાસ ઘટક અંતર્ગત રચાયેલા સખી મંડળની બહેનોને વાસ્તવિક અર્થમાં સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ માટે રોજગારી, વ્યવસાય કરતી મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ, બચત કાર્ડ, આરોગ્ય વિશે જાગૃતતા અને માર્ગદર્શન, મહિલાઓના અધિકારો વિષે ચર્ચા તથા ઘરે બેઠા કામગીરી દ્વારા આવક માટે ડેમો સહિતના મહત્વના મુદ્દાઓ વિષે ૭૦ જેટલા મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથો સાથ તેઓને સ્વાવલંબી બનાવા અંગેના દ્રઢ સંકલ્પ સાથે લાઇવ ડેમો અને હેલ્થ સેમીનાર યોજવામાં આવેલ હતો તથા ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક અંતર્ગત મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ ઘરવિહોણા મહિલાઓ માટે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન અને સૂચનો દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો.





