Saturday, January 25, 2025

મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ

Advertisement

ગાંધીનગર આઈઆઈટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની કારોબારી બેઠક મળી જેમાં મહેન્દ્રજી કપૂર અખિલ સંગઠન મંત્રી,ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,મોહનજી પુરોહિત,ઉપાધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રભારી ગુજરાત પ્રાંત ભીખાભાઈ પટેલ રાષ્ટ્રીય સચિવ અને અધ્યક્ષ ગુજરાત પ્રાંત શૈક્ષિક મહાસંઘ, સરદારસિંહ મચ્છાર સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત, મિટેશભાઈ ભટ્ટ અને અનિરુદ્ધસિંહ મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,પલ્લવીબેન પટેલ મહિલા ઉપાધ્યક્ષ વગેરેની ઉપસ્થિતમાં યોજવામાં આવી જેમાં દિપ પ્રજ્વવલન અને સરસ્વતી વંદના દ્વારા બેઠકની શરૂઆત બાદ ગત મિટિંગ મિનિટ્સનું વાંચન કરી થયેલ કાર્યવાહી ચર્ચા અનિરુદ્ધસિંહ મંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી ત્યારબાદ મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલે મહિલા સંમેલન અને માતૃશક્તિની સંગઠનમાં ભાગીદારી વિશે વિસ્તૃત વાત કરી હતી ત્યારબાદ મહેન્દ્રજી કપૂરે સંગઠનમાં માતૃશક્તિ સહભાગિતા કેવી રીતે વધારવી? તેમજ માતૃશક્તિ એટલે શક્તિ જ છે એટલે માતૃશક્તિ માટે સશક્તિકરણ શબ્દ પ્રયોજન વામપંથી વિચારધારાનો શબ્દ હોય વાપરવો જરૂરી નથી.માતૃશક્તિ સંમેલનમાં કઈ કઈ બાબતો આમેજ કરવી વગેરે વિશે વાતો કરી હતી.ત્યારબાદ મિતેશભાઈ ભટ્ટ મંત્રીએ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક વારાણસી ખાતે યોજાઈ ગઈ એ બેઠકમાં રજૂ થયેલ શિક્ષકોના પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરી આગામી દિવસોમાં ઓપીએસ જેવા પ્રાણ પ્રશ્નો માટે સમગ્ર દેશમાં સરકાર સમક્ષ ભારપૂર્વક માંગણી મુકવામાં આવશે,તેમજ *એકમ કસોટી માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં સિત્તેર હજાર શિક્ષકોએ આપેલ જવાબનું પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં 96% શિક્ષકોએ જણાવ્યું કે એકમ કસોટી અને સ્કેનિંગના કારણે અભ્યાક્રમ પૂર્ણ થતો ન હોય એકમ કસોટી બંધ કરવા ભલામણ કરેલ છે* ત્યારબાદ મોહનજી પુરોહિતે સંગઠનનો કાર્ય વિસ્તાર બાબતે વિસ્તૃત વાત કરતા જણાવ્યું કે દર મહિને જિલ્લા બેઠક થવી જોઈએ શાળાની મુલાકાત વખતે શૈક્ષિક મહાસંઘના કાર્યો શિક્ષકો સુધી અવશ્ય પહોંચાડવા,મંડલ રચના સત્વરે પૂર્ણ કરી મંડલને સક્રિય બનાવવું. *શૈક્ષિક મંથન* અંક દરેક કાર્યકર્તાઓએ મંગાવવું વાંચવું વગેરે વિશે વાત કરી હતી શૈક્ષિક મંથનનું દશ વર્ષનું લવાજમ 2000/- બે હાજર હોય તમામ કાર્યકર્તાઓએ સદસ્ય થવું. ભોજન વિશ્રાન્તિ બાદ સંગઠન ગીતથી સત્રની શરૂઆત કરવામાં આવી.ત્યારબાદ સરદારસિંહ મચ્છાર દ્વારા સદસ્યતા, કર્તવ્યબોધ દિવસ, માતૃશક્તિ સંમેલન,મંડલ રચના વગેરેનું જિલ્લા વાઈઝ વૃત લેવામાં આવ્યું ત્યારબાદ જિલ્લા વાઈઝ શિક્ષકોના પ્રશ્નોના તમામ જિલ્લા અધ્યક્ષ દ્વારા બદલી કેમ્પ સત્વરે કરવા,પીપીપી મોડેલ, આગામી વર્ષે ધોરણ પહેલાના બાળકોને છ વર્ષે પ્રવેશ આપવામાં આવવાનો હોય સેટ અપ બાબતે ચિંતન મનન મંથન કરવા રજુઆત કરવી, શાળા સ્વચ્છતાના કામો બાળકો દ્વારા થતા હોય તો આચાર્યો શિક્ષકોને હેરાન કરવામા આવે છે એ અટકવવા બાબત, વર્ષ 2005 પહેલાના શિક્ષકોને ઓપીએસ લાગુ કરવા અને 2005 પછીના માટે 14% સરકારી ફાળો જમા કરવા,એકમ કસોટી રદ કરવા, એચટાટ મુખ્ય શિક્ષકોના પ્રશ્નો જેવા કે ઓપી પરત આપવું બદલી કેમ્પ કરવા, શાળામાંથી એસ.આઈ.ની નિમણુંક થયેલ હોય એમની જગ્યા ભરવી, પેટા શાળાના આચાર્ય તાલુકા શાળાના આચાર્ય અને સીઆરસી બીઆરસીના ભથ્થામાં વધારો કરવામાં આવે,પગાર રાજયકક્ષાએથી સીધા શિક્ષકોના બેંક ખાતામાં જમા કરવા બાબત વગેરે પ્રશ્નોની રજુઆત કરી હતી મોરબી જિલ્લા વતી દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંપ્રત પ્રશ્નોની ધારદાર-જોરદાર આગ્રહભરી રજુઆત કરી હતી. અંતમાં ભીખાભાઈ પટેલ અધ્યક્ષ મહાસંઘે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે સંગઠન મજબૂત બન્યું છે, શૈક્ષિક મહાસંઘ વિચારધારાથી ચાલતું સંગઠન છે, આ સંગઠનમાં જોડાયેલા કાર્યકર્તાઓ લક્ષ્ય લઈને ચાલતા હોય છે.કદાચ સંગઠનથી બે પ્રશ્નો ન ઉકેલાય તો સંગઠન છોડનાર આપણે નથી. સદસ્યતા અભિયાનમાં વધારો કરનાર તમામ જિલ્લાને ભીખાભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.શિક્ષકો અને એચટાટના પ્રશ્નો સત્વરે ઉકેલ આવે એ માટેના સંગઠન દ્વારા શક્ય હોય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.માટે તમામ કાર્યકર્તાઓએ મનમાં ભાર રાખ્યા વગર મોજથી કામ કરો,સંગઠનની મજબુત કરો એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અંતમાં મહેન્દ્રજી કપૂરે સમારૂપ સત્રમાં સંગઠન માટે ચાર પૂર્ણકાલીન કાર્યકર્તાઓના નામની જાહેરાત કરી હતી. મંડલના કાર્યકર્તાઓ,તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓએ શાળાનો પ્રવાસ કરવો,કાર્યકર્તાઓએ માસમાં બે વખત પ્રવાસ કરવો, પરિવારની ભાવના સાથે કામ કરવું વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી,સમગ્ર કારોબારીનું સંચાલન અનિરુદ્ધસિંહ સોલંકી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતે કરી હતી.અંતમાં પન્નાબેન પરમારે કલ્યાણ મંત્ર દ્વારા બેઠક સમાપન કરાવ્યું હતું.મોરબી જિલ્લામાંથી કરશનભાઈ ડોડીયા રાજ્ય કારોબારી સભ્ય,કાર્યકારી અધ્યક્ષ પ્રવિણભાઇ ધોળું,સી.ઉપાધ્યક્ષ પ્રદિપભાઈ કુવાડિયા, નટુભાઈ પટેલ ઉપાધ્યક્ષ જિલ્લા ટિમ,સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ હિતેશભાઈ ગોપાણી મનીષભાઈ બારૈયા ઉપાધ્યક્ષ જિલ્લા મહાસંઘ, ડાયાલાલ બારૈયા અધ્યક્ષ ટંકારા, હિતેશભાઈ પંચોટીયા પ્રચાર મંત્રી હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી હળવદ, સંદીપભાઈ આદ્રોજા સભ્ય મહાસંઘ વગેરેએ રાજ્ય કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી મોરબી જિલ્લાના શિક્ષકો વતી પ્રતિનિધિત્વ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW