મોરબી શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઈ, મહાનગરપાલિકા ચૂંટણી અંગે ચર્ચા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજ્યમંત્રી અને મોરબી ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનજીની પ્રેરણા તથા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન મુજબ યોજાયો હતો.

“અન્ન ભેગા એમના મન ભેગા” ના સૂત્ર સાથે યોજાયેલી આ બેઠકમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજન અને સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી સમયમાં શહેરના દરેક વોર્ડમાં ટિફિન બેઠક યોજવાની રૂપરેખા અંગે પણ વિચારવિમર્શ થયો હતો.

આ બેઠકમાં મોરબી શહેર ભાજપના તમામ હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, ક્લસ્ટર હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખો, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતપોતાના ટિફિન સાથે હાજર રહી બેઠકમાં જોડાયા હતા.

બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીમાં સક્રિય કામગીરી માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW