મોરબીમાં સતત સેવાકાર્યની જ્યોત પ્રચલિત કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ
દ્વારા આજે મહાશિવરાત્રિ પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મહા શિવરાત્રિના પાવન પર્વ અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, રશિલાબેન સહિતની બહેનો દ્વારા મોરબીના કામધેનું પાસે, મયુર પુલ સહિતના અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને પુલાવનું ભોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીમાં રક્તદાન સહિત હંમેશા તહેવારોની અલગ ઉજવણી કરવામાં આવતી હોય છે. ગ્રુપની બહેનો હંમેશા સેવાકાર્ય કરવા માટે તત્પર રહે છે.