રાજકોટ ખાતે સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા રામાનંદી સાધુ સમાજના સોશિયલ મીડિયા ક્રિએટરોને સન્માનિત કરવા ભવ્ય એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે સકારાત્મક કાર્ય કરનાર રામાનંદી સાધુ સમાજના ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ૫૦થી વધુ સોશિયલ મીડિયા ક્રિએટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં સારા સંદેશો, સંસ્કાર અને પ્રેરણા ફેલાવવા માટે વીડિયો, બ્લોગ્સ અને રીલ્સ દ્વારા કાર્ય કરનાર ક્રિએટરોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ રાજકોટ ખાતે હોટેલ ક્લાસિક બેન્ક્વેટ હોલ, લીમડા ચોક ખાતે યોજાયો હતો.
સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રવિરાજભાઈ રામાવત સહિત સમાજના આગેવાનો અને કાર્યકરોના પ્રયત્નોથી આ ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.





