મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અન્ડર 14ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન થયું છે. તાજેતરમાં રાધે ભીમાણી સૌરાષ્ટ્રની સ્ટેટ ટીમ અન્ડર 14માં પસંદ થયો હતો. અને મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનનુ નામ રોશન કર્યું હતું.
નોંધનીય છે કે પશ્ચિમ ઝોન માથી કુલ 5 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર, વડોદરા, ગુજરાત, મહારાષ્ટ્ર, અને મુંબઈની ટીમનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી. આ તકે મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ અભિનંદન પાઠવ્યા હતા જયારે મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના હેડ કોચ તરીકે કાર્યરત નિશાંત જાનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શુભકામના પાઠવી હતી. તેમના મતે રાધે ભીમાણીનું પ્રદર્શન અન્ય ખેલાડીઓ કરતા તદ્દન વિશિષ્ટ હતું. જેથી મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનું નામ રાધે ભીમાણીના શાનદાર પ્રદર્શનથી ગર્વની લાગણી અનુભવે છે.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી