મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) માટે સઘન તાલીમ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા વહીવટી તંત્ર સજ્જ

નામાંકન પ્રક્રિયા, EVM સંચાલન અને આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ અંગે ૨૧ ચૂંટણી અધિકારીઓ સહિતનાને અપાયું ઝીણવટભર્યું માર્ગદર્શન

મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ૨૧ ચૂંટણી અધિકારીઓ (RO) અને અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી.
તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ જેવા કે ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી (Scrutiny) અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા અંગે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા EVM ના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા RO-ARO ની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મુંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
આ તાલીમમાં મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત તેમજ મોરબી, ટંકારા, માળીયા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતના નિયુક્ત અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW