Saturday, January 25, 2025

અમરેલી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટ સ્થાપવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની NOC બાબતે ગુંચવાયેલા કોકડુ ત્રણ મહીને મોહનભાઈ કુંડારીયાની મહેનતથી ઉકેલાયુ સીરામીક એસોસિએશને આભાર વ્યક્ત કર્યો

Advertisement

મોરબી સીરામીક ઉધોગો ચાઈનાને ટક્કર આપવા તૈયાર અમરેલી જિલ્લામાં વિશાળ વિંગમિલ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા NOC મળ્યુ

મોરબી સીરામીક ઉધોગકારો દ્વારા અમરેલીમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપવા NOC મળતા લીલીઝંડી મોહનભાઈ કુંડારીયાની મહેનત રંગ લાવી

મોહનભાઈ કુંડારિયાએ માથુ મારતા મોરબી સીરામીક ઉધોગકારોને અમરેલી જિલ્લામાં વિંગમિલ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા મળી લીલીઝંડી

મોરબી સીરામીક ઉધોગે ચાઈનાને ટક્કર આપીને સમ્રગ વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે ચાઈનાને વધુ એક ફટકો આપવા મોરબી સીરામીક ઉધોગકારો સજ્જ બન્યા છે જેમા અમરેલી જિલ્લામાં વિશાળ વિંગમિલ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા ત્રણ મહીના જેટલા લાંબા સમય બાદ એનઓસી મળતા સીરામીક ઉધોગકારો દ્વારા અમરેલી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટ સ્થાપશે જાણવા મળતી વિગત મુજબ મોરબી સીરામીક ઉધોગકારો દ્વારા સીરામીક કારખાનાઓમા વપરાતી વિજળી ચાઈનાની સરખામણીએ મોંઘી હોય જેના કારણે ચાઈના સામે ટકી રહેવા અને ટક્કર આપવા માટે સીરામીક ઉધોગકારોએ માર્કેટમાં ટકી રહેવાની સાથે હરીફ ચાઈનાને ટક્કર આપવા વિંગમિલ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા નિર્ણય કર્યો છે જોકે છેલ્લા ત્રણેક મહીનાથી એનઓસી બાબતે અટકેલી સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી આગળ ધપતી ન હોય આ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા અમરેલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી જરૂરી હોવાથી અમરેલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એનઓસી બાબતે છેલ્લા ત્રણેક માસથી આનાકાની કરતા હોય આ અંગે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરતા ત્રણેક મહિનાથી એનઓસી મળવામાં મુશ્કેલી ઉભી થયેલી વાળુ એનઓસી બાબતનુ ગુંચવાયેલ કોકડુ મોહનભાઈ કુંડારીયાની મહેનતથી ઉકેલાયુ ગયુ છે અને સાંસદના અથાગ પ્રયત્નોનથી અંતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એનઓસી ઈસ્યુ કરી આપતા વિંગમિલ સોલાર પ્રોજેક્ટને લીલીઝંડી મળતા મોરબી સીરામીક એસોસિએશન એસોસિએશન દ્રારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કર્યો હતો મોરબી સીરામીક ઉદ્યોગમાં ગેસ બાદ બીજા નંબરે વધુ વપરાશ થતો હોય તો તે છે વીજળીનો વપરાશ જે સીરામીક કારખાનામાં મસમોટા મશીનોમાં વિજ વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે જેથી મોરબીના સીરામીક ઉદ્યોગની સીધી હરીફાઈ ચીનની ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે છે જેથી ચીનમાં વીજળીનો દર ખુબ નીચો હોવાના કારણે હરીફાઈમાં ટકી રહેવા માટે મોરબી સીરામીક ઉદ્યોગકારોને તેની પ્રોડક્શન કોસ્ટ નીચી લાવવી જરૂરી હોય જેથી મોરબી સીરામીકના ૧૬ જેટલા કારખાનાઓએ અમરેલી જિલ્લામાં વિંગમિલ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા તૈયારીઓ કરી હતી અને પ્રોજેક્ટમાં આગળ પણ વધ્યા હતા પરંતુ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનું એનઓસી લેવાનું હોય જેના માટે બે ત્રણ મહિનાથી પ્રયત્ન કરવા છતા એનઓસી મળતુ ના હતુ જેથી સીરામીક એસોસિએશન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી હતી જેથી મોહનભાઈ કુંડારિયાએ ફોરેસ્ટ વિભાગને ફોન કરી આ અંગે ઘટતુ કરવા તુરંત એનઓસી બાબતે સ્પષ્ટ સુચના આપતા એનઓસી ઈશ્યુ કરવામાં આવ્યુ હતુ આમ મોહનભાઈ કુંડારિયાની મહેનત ફળી અને રંગ લાવી હતી જેના કારણે ત્રણેક મહિના બાદ એનઓસીનો નિવેડો આવતા સીરામીક એસોસિએશન દ્રારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે વિંગમિલ સોલાર પ્રોજેક્ટથી સીરામીક ઉદ્યોગકારો વીજળીનો કોસ્ટ બચાવી પ્રોડક્શન કોસ્ટ નીચો લાવી શકશે અને જેનો સીધો ફાયદો ચીન સામે ફાઈટ આપવાની સાથે હરીફાઈમાં ફાયદારૂપ સાબિત થશે અને મોરબી સીરામીક ઉધોગ માર્કેટમાં ટકી ચીનને ટક્કર આપવામાં સક્ષમ બનશે

રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW