ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર વિસ્તારમાં એક સંવેદનશીલ ઘટના સામે આવી હતી, જેમાં ઘરેથી રિસાઈને નીકળી ગયેલી મહિલાને સુરક્ષિત રીતે તેમના પતિ સાથે ફરી મિલન કરાવવામાં 181 અભયમ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મળતી માહિતી મુજબ, 181 અભય મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને કોઈને કંઈ જણાવતી નથી. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

ટીમ દ્વારા સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી અને સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું કે પતિ સાથે થયેલી રકઝકને કારણે તેઓ ઘરેથી નીકળી ગયા હતા.

ત્યારબાદ ટીમે મહિલાને સમજાવી આવી રીતે ઘરેથી બહાર ન નીકળવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે મહિલાના જણાવેલા સરનામે જઈ તેમના પતિનો સંપર્ક કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિએ જણાવ્યું કે તેઓ પોતાની પત્નીને શોધવા માટે આસપાસ તેમજ ઓળખીતાઓ પાસે પૂછપરછ કરી રહ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ નોંધાવી હતી.

181 ટીમ દ્વારા પતિને પણ સમજાવી ભવિષ્યમાં ઝઘડા ટાળવા અને પત્નીની કાળજી લેવા સૂચન આપવામાં આવ્યું હતું. મહિલાએ પણ હવે પછી પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘરેથી ન નીકળવાની ખાતરી આપી હતી.

આ રીતે 181 અભયમ ટીમના પ્રયાસોથી દંપતીનું ફરીથી સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. મહિલાના પતિએ પોતાની પત્નીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ 181 ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW