પશ્ચિમ બંગાળમાં સુભેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઐતિહાસિક પલટો આવ્યો છે. લાંબા સમયથી સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસને પરાજય આપીને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત બંગાળમાં સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ભાજપના દિગ્ગજ નેતા સુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનવાના પ્રબળ દાવેદાર તરીકે સામે આવ્યા છે.

ભાજપે વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવતા રાજ્યમાં રાજકીય પરિવર્તનનો નવો અધ્યાય શરૂ થયો છે. ભાજપના વિધાનમંડળ દળની બેઠકમાં સુભેન્દુ અધિકારીના નામ પર મહોર લાગી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સરકાર રચનાની પ્રક્રિયા આગળ વધી રહી છે.

સુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ અને ભવાનીપુર મહત્વપૂર્ણ બેઠકો પર જીત મેળવી ભાજપને ઐતિહાસિક વિજય અપાવ્યો છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનતા રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. કાલે શપથ ગ્રહણ 11 વાગ્યે યોજાશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW