મોરબીના ગાળા પાટિયા પાસે સર્જિકલ કંપનીમાં આગ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના ગાલા પાટિયા વિસ્તારમાં આવેલી T Plus Surgicals કંપનીમાં આજે સવારે અંદાજે 10:55 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની બે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા એક મીની ફાયર ફાઈટર અને 20 હજાર લીટર ક્ષમતા ધરાવતા વૉટર બ્રાવઝર સાથે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ વધુ ફેલાય નહીં તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.

સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી. જોકે આગના કારણે કંપનીમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW