રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમનો મોરબી જિલ્લામાં સપાટો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે, કરોડોનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય ની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડક પોલીસ અધિકારી તરીકે ઓળખ ધરાવતા આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ખનીજ માફિયાઓ સામે સતત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા-પીપળીયા હાઇવે રોડ ઉપર રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે રેતી ભરીને પસાર થતાં અંદાજે 10 જેટલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી, જેમાં જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી પાસ ન હોવાનું સામે આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે રેતી ભરેલા ડમ્પરો સહિત કુલ મળીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઝડપી પાડવામાં આવેલા તમામ ડમ્પરોને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સાથે જ સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે ખનીજ વિભાગ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર ખનન તથા પરિવહન સાથે સંકળાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ કાર્યવાહી મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ માટે ચેતવણી સમાન બની છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW