એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ૪ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં ટંકારા પોલીસને સફળતા મળી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ટંકારા પોલીસ સ્ટેશનમાં NDPS મુજબનો ગુન્હો ગઇ તા.૧૩/૦૧/૨૦૨૬ ના રોજ ટંકારા હરીઓમ સોસાયટીમાથી મોરબી જીલ્લા એસ.ઓ.જી.શાખાના પોલીસ સ્ટાફ દ્રારા આરોપી હાર્દિકભાઇ નરેન્દ્રભાઈ ભાડજા (ઉ.વ.૨૩) રહે. હરીઓમ સોસાયટી, રાજકોટ રોડ, ટંકારા, તા.ટંકારા, જી.મોરબી વાળાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વેચાણ કરવા માટે રાખી તેમજ નાર્કોટીકસ માદક પદાર્થનું વેંચાણની વસ્તુ તથા રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૨,૮૪,૬૦૦/- ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો જે ગુનામાં સહ આરોપી તરીકે આરોપી બરકતભાઇ ઉર્ફે ઇરફાન હાજીખાન રહે-સાંચોર (રાજસ્થાન) વાળાનુ નામ ખુલવા પામેલ હોય જે આરોપી અંગે અવાર નવાર તપાસ કરવા છતા છેલ્લા ૫ મહીનાથી ફરાર હોય જે આરોપી હાલમાં સાંચોર ખાતે હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આરોપી બરકતભાઇ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા (ઉવ-૩૩) રહે-જેરડીયા વાસ, સાંચોર જી-જાલોર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી આ ગુનામાં અટક કરવામાં આવેલ છે.
આમ એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ૪ મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં ટંકારા પોલીસને સફળતા મળેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW