હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ પતાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા બે મહિલા તથા ચાર પુરૂષો મળી કુલ આરોપી-૦૬ ને કુલ રોકડ રૂપિયા ૬૨,૩૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામે આરોપી ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળીના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી બે મહિલા તથા ચાર પુરૂષો મળી કુલ આરોપી -૬ ને ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મીનાબેન મનસુખભાઈ બોરાણીયા રહે ગામ બાવળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, મનસુખભાઈ હિરાભાઈ બોરાણીયા રહે ગામ બાવળી તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા રહે ગામ જુના ઇશનપુર તા.હળવદ, દિપકભાઈ કેશાભાઈ વરાણીયા રહે ગામ જુના ઇશનપુર તા. હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૬૨,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW