મોરબી તાલુકા પંચાયતના હોદેદારોની જાહેરાત, ભાજપે સત્તાવાર નિમણૂકો જાહેર કરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પંચાયત ખાતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે નવા હોદેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના વિવિધ મહત્વના હોદ્દાઓ પર પક્ષ દ્વારા આગેવાનોની વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવણિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે હેતલબા રાજદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંદિપભા ભુપતભા ગુઠડાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત પક્ષના નેતા તરીકે કૈલાસબેન મહેશભાઈ કાલરીયાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ચંદુભાઈ ત્રિભોવનભાઈ શેરશીયાની પસંદગી કરવામાં આવી છે.

મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સંગઠન દ્વારા અનુભવી તેમજ સક્રિય આગેવાનોને જવાબદારી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. નવા હોદેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે.

નવી ટીમ તાલુકાના વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW