મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમી-રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડને મળેલી બાતમીના આધારે રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી વર્લીફીચરના આંકડા લખેલી ડાયરી, બોલપેન અને રોકડા રૂ. ૧૧,૧૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઈ મિરાણી અને પ્રવિણ ઉર્ફે ઘનો અજુભાઈ સોમાણીનો સમાવેશ થાય છે. જ્યારે અફઝલ ઉર્ફે જલો સમા અને રાજુભાઈ મહાલીયા નામના બે આરોપીઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




