મોરબી જિલ્લા પંચાયત પ્રમુખએ નેકનામ, સાવડી અને લજાઈ PHC સેન્ટરોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી : જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરિયા દ્વારા તાલુકાના નેકનામ, સાવડી અને લજાઈ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, સ્ટાફની હાજરી, દર્દીઓને મળતી સારવાર તેમજ દવાઓની ઉપલબ્ધિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રમુખએ આરોગ્ય કેન્દ્રોમાં ઘટતી મશીનરી, જરૂરી તબીબી સાધનો તથા સ્ટાફની અછત અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ દર્દીઓને સારવાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી સુવિધાઓ વધારવા ભાર મૂક્યો હતો.

મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબી સ્ટાફ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગામડાના લોકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને માતા-બાળ આરોગ્ય, દૈનિક OPD સેવા, ઈમરજન્સી સારવાર તથા સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત બને તે માટે જિલ્લા પંચાયત પ્રતિબદ્ધ છે અને લોકો સુધી સારી સારવાર પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો તથા આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW