રેન્જ આઇજી ચિરાગ કોરડીયા મોરબી એસપી મુકેશ પટેલ તેમજ LCB પીઆઈ આર સી ગોહિલ ટીમ ની કાબિલેદાદ કામગીરી મોરબી તાલુકા પંથકમાં ખેત મજૂરો પર હથિયારો સાથે ત્રાટકી લૂંટનો પ્રયાસ કરવા તેમજ મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અલગ-અલગ ચકચારી ગુનાઓનો મોરબી LCB અને તાલુકા પોલીસે ભેદ ઉકેલી લીધો છે.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી દેવીપૂજક ગેંગના ત્રણ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં નવઘણભાઈ કાળુભાઈ વાધેલા, દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલીયા અને મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલીયાનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન અને વાહન કબજે કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાનીયા (રહે. માથક, તા. હળવદ) ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.




