ટીંબડીના નવા ગામતળના જમીન વિવાદના ઝડપી નિરાકરણ અને વિકાસકાર્યોને મંજૂરી આપવા કલેક્ટરને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામના નવા ગામતળ (નવી ટીંબડી) વિસ્તારમાં ચાલી રહેલા જમીન વિવાદનું વહેલી તકે નિરાકરણ લાવવા તથા ત્યાં રહેતા પરિવારોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિકાસના કાર્યો કરવાની મંજૂરી આપવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે ટીંબડી ગામના સર્વે નં. 94/2 તથા પીપળી ગામના ખરાબાના સર્વે નં. 304/1 પૈકીની જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે પ્રાંત અધિકારી મોરબીની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકોએ આ વિવાદનો ઝડપથી અને યોગ્ય રીતે ઉકેલ લાવવા કલેક્ટરને વિનંતી કરી છે.

નવી ટીંબડી વિસ્તારમાં હાલમાં આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. ઉપરાંત, સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને અનેક મકાનોના બાંધકામની કામગીરી પણ ચાલુ છે. સરકારની સહાયથી બની રહેલા આ આવાસોમાં રહેતા પરિવારો માટે વીજળી, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ અત્યંત જરૂરી બની છે.

સ્થાનિક ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે જમીન વિવાદના કારણે નવા ગામતળ વિસ્તારમાં વિકાસના કાર્યો અટવાઈ રહ્યા છે. જેથી ટીંબડી ગ્રામ પંચાયતને આ વિસ્તારમાં જરૂરી વિકાસકામો હાથ ધરવાની મંજૂરી આપવામાં આવે તો રહેવાસીઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે અને વિસ્તારના વિકાસને ગતિ મળી શકે.

રજૂઆતના અંતે જિલ્લા કલેક્ટરને નવા ગામતળના જમીન વિવાદનું ત્વરિત નિરાકરણ લાવી રહેવાસીઓના હિતમાં વિકાસના કાર્યો શરૂ કરવા માટે જરૂરી મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW