મેઘપર (ઝાલા) ડબલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: ટંકારા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: ટંકારા તાલુકાના મેઘપર (ઝાલા) ગામે જમીન માપણી દરમિયાન થયેલા ચકચારી ડબલ મર્ડર કેસનો ભેદ ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ, મોબાઇલ ફોન તેમજ હત્યામાં વપરાયેલી છરીઓ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ) તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ શરીર અને મિલકત સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા દ્વારા પણ આવા ગુનાઓના ઝડપી ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 09/06/2026ના રોજ બપોરે ચાર વાગ્યાના અરસામાં મેઘપર (ઝાલા) ગામના દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા, તેમના પુત્ર હર્ષવર્ધનસિંહ (ઉ.વ.22) અને ભાઈ જયપાલસિંહ (ઉ.વ.40) પોતાની વાડી ખાતે જમીનની માપણી કરાવી રહ્યા હતા. આ દરમિયાન બાજુની જમીન ધરાવતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને પણ બોલાવવામાં આવ્યા હતા.

જમીન માપણી દરમિયાન થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મહાવીરસિંહ અને તેજપાલસિંહે તિક્ષ્ણ હથિયાર છરી વડે હર્ષવર્ધનસિંહ અને જયપાલસિંહ પર આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હત્યા બાદ બંને આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.કે. રાણા અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને મળેલી બાતમીના આધારે પોલીસે તા. 10/06/2026ના રોજ બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલા આરોપીઓ પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બે મોટરસાયકલ, બે મોબાઇલ ફોન અને બે છરીઓ કબજે કરવામાં આવી છે. હાલ પોલીસે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

પકડાયેલા આરોપીઓ

1. તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 40), રહે. મેઘપર (ઝાલા), તા. ટંકારા, જી. મોરબી

2. મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 32), રહે. મેઘપર (ઝાલા), તા. ટંકારા, જી. મોરબી

કબ્જે કરાયેલ મુદ્દામાલ

હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. GJ-36-D-3272 (કિંમત રૂ. 20,000)

હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. GJ-03-DB-4180 (કિંમત રૂ. 20,000)

અલગ-અલગ કંપનીના બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000)

હત્યામાં ઉપયોગ કરાયેલી બે છરી

ટંકારા પોલીસની ઝડપી કામગીરીને બિરદાવાઈ

જમીન વિવાદને લઈને થયેલા આ ડબલ મર્ડર કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ટંકારા પોલીસે અસરકારક અને પરિણામલક્ષી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW