Friday, March 14, 2025

જુગાર રમતા નવ ખેલીઓ ને ઝડપી લેતી મોરબી એ ડિવિઝન પોલીસ

Advertisement

મોરબીમાં કબિરટેકરી શેરી નં -૨/૩ વચ્ચે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ને ખાનગીરાહે બાતમી મળેલ કે કબીરટેકરી શેરીનં.૨/૩ વચ્ચે સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાનાવડે તીનપતી નો જુગાર રમતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી, અલ્તાફભાઇ અબ્દુલ ભાઇ ખુરેશી, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી, એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા રહે. બધાં કબીરટેકરી મોરબી વાળા નવ ઇસમો ગોળ કુડાળુ વળી જુગાર રમતા હોય જેથી જુગાર રમતા નવેય ઇસમોને પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૫૧૪૦૦/-નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નવે ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW