અરણીટીંબા ગામ નજીકથી રૂ. 2.73 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મળી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અરણીટીંબા ગામના બોર્ડ નજીક ખાનગી બાતમી મળી હતી કે એક છકડો રીક્ષાનો ચાલક નીરણ (સુકા ઘાસ)ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વાંકાનેરથી મીતાણા તરફ જવાનો છે.

બાતમીના આધારે પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો છકડો રીક્ષા આવતા પોલીસે રસ્તો અવરોધી તેને રોકાવ્યો હતો. છકડાની તપાસ કરતાં નીરણ (સુકા ઘાસ) નીચે છુપાવેલી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 287 બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો કી.રૂ. 2,13,718, છકડો રીક્ષા કી.રૂ. 50,000 તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કી.રૂ. 10,000 મળી કુલ રૂ. 2,73,718નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેઇડ દરમિયાન પોલીસે છકડો રીક્ષાના ચાલક રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ. 20), હાલ રહે. પાળીયાદ તા.-જી. બોટાદ (મૂળ રહે. વીરપુર ગામ, તા. ધોળકા, જી. અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ભરી આપનાર અજયભાઈ ખાચર રહે. તરઘરા, તા.-જી. બોટાદ તેમજ દારૂ મંગાવનાર અજયસિંહ હામુભા જાડેજા રહે. વિરવાવનું નામ ખુલ્યું હતું. હાલ બંને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW