મોરબી ક્રાઈમ બ્રાન્ચે નવા બસ સ્ટેશન નજીક શંકાસ્પદ રીતે ફરી રહેલી હરિયાણાની આંતરરાજ્ય ચોર ટોળકીના 2 પુરુષ અને 6 મહિલાઓ સહિત કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પર્સમાંથી સોના-દાગીના અને રોકડની ચોરીના ગુનામાં સંડોવાયેલી હોવાનું સામે આવતા તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં સરીફ અહેમદ રમઝાનખાન ઇસાકખાન ફકીર (30), રવી ભુરાસિંગ નનુ ચમાર (26), મમતાબેન રવી ભુરાસિંગ ચમાર (25), પુષ્પાબેન રામપાલ ચમાર (50), સુમન રામસ્વરૂપ ચમાર (30), ક્રાંતિ રામેસર ચમાર (20), કૃષ્ણા રામપાલ ચમાર (18) અને પુનમબેન રાજકુમાર રામચંદ ચમાર (35) (તમામ હરિયાણા)નો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ટોળકી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ઓટો રિક્ષામાં મુસાફર બની બેસી અન્ય મુસાફરોના પર્સ અને બેગમાંથી રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરતી હતી. બાકીના તમામ સામે મોરબીમાં અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


