અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની ઉજવણીમાં હજારો કચ્છીજનોએ લીધો ઉત્સાહભેર ભાગ
ભુજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે આજે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છ લોકસભા તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સાંસદ કચ્છ કાર્નિવલ-2026”નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સર્વે મહાનુભાવો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્નિવલના પ્રારંભ પ્રસંગે કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, લોકકલા, હસ્તકલાઓ અને લોકવારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો. અષાઢી બીજના પાવન અવસરે આયોજિત આ કાર્યક્રમમાં કચ્છી સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. હમીરસર તળાવનો કિનારો દેશી રંગોથી રંગાઈ ઉઠ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી કાંતિલાલભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, રાજવી પરિવારના મહારાઓ હનવંતસિંહજી કચ્છ, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, કચ્છ લોકસભાના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાપર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, કચ્છ કલેક્ટર અનિલભાઈ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા સહિત જિલ્લા ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કચ્છીજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના જતન અને યુવા પેઢીને પોતાની પરંપરાથી જોડવા માટે આવા કાર્યક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો હતો. કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, કચ્છી સંગીત, હસ્તકલા પ્રદર્શન તેમજ સ્થાનિક કલાકારોની કૃતિઓનું પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
“સાંસદ કચ્છ કાર્નિવલ-2026” કચ્છી નવા વર્ષની ઉજવણીને વધુ ભવ્ય બનાવતા કચ્છના સાંસ્કૃતિક ગૌરવ અને એકતાનું પ્રતિક બની રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર હમીરસર વિસ્તાર ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યો હતો.


