મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા શક્તિ ચેમ્બરમાં આશરે ૨૦ જેટલી દુકાનો તોડી તસ્કરો બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા છે!
મોરબી શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તસ્કરો હવામાં ઉડતા હોય તેમ તાજેતરમાં આશરે ૫૦ જેટલી દુકાનોને નિશાન બનાવી હાથફેરો કરતા વેપારીઓમાં પોલીસ પેટ્રોલીંગ સામે સવાલ સાથે કચવાટ ઉભો થયો છે તાજેતરમાં સીરામીક પ્લાઝામાં ૫૦ દુકાનો તુટ્યા બાદ ફરી સામાકાંઠે વાંકાનેર હાઈવે ઉપર શક્તિ ચેમ્બરમાં ૨૦ જેટલી દુકાનોને નિશાન બનાવતા તસ્કરોએ મોરબી શહેરમાં રીતસરનો ખૌફ ઉભો કરી પોતાની ધાક બેસાડી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે જાણે મોરબી પોલીસને તસ્કરો પડકાર ફેંકી ચેલેન્જ આપતા હોય તેમ સીરામીક પ્લાઝા બાદ શક્તિ ચેમ્બરમાં ૨૦ જેટલી દુકાનોના તાળા તુટતા વેપારીઓ દુકાનદારો સમસમી ગયા છે ત્યારે મોરબી પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ તસ્કરો બેખૌફ બની ચોરીને અંજામ આપી રહ્યા છે તે શરમજનક બાબત માનવામાં આવી રહી છે કેમ કે જો આમ ને આમ તસ્કર રાજ રહ્યું તો આગામી સમયમાં મોરબીમાં કોઈ મોટી ચોરી લુંટ ધાડને ચોરટાઓ અંજામ આપે તો નવાઈ નહી