હળવદના સુસવાવ નજીક બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

Advertisement
Advertisement
Advertisement

ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ડેમનો કેચમેન્ટ એરિયા, દરવાજાની સ્થિતિ સહિતનું કલેક્ટર દ્વારા સઘન નિરીક્ષણ

સંભવિત અસરગ્રસ્ત ગામોની વિગતો મેળવી ડેમ ખાતે પૂરતા ડીઝલનો જથ્થો અને સ્ટાફની તૈનાતી સુનિશ્ચિત કરવા સંબંધિતોને આપ્યા આદેશ

મોરબી જિલ્લામાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જળાશયોની સ્થિતિ અને ડિઝાસ્ટર વ્યવસ્થાપનની ચકાસણી અર્થે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલા બ્રાહ્મણી-૨ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લઈને જળાશયની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ ડેમ આસપાસના વિસ્તારમાં થયેલા વરસાદ, કેચમેન્ટ એરિયામાં પાણીની આવક તેમજ નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત ગામો અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, તેમણે ડેમના દરવાજાની કાર્યક્ષમતા, સ્થળ પર હાજર ફરજિયાત સ્ટાફની તૈનાતી, કટોકટીના સમયે જરૂરી ડીઝલનો પર્યાપ્ત જથ્થો તેમજ ડેમ પર આવેલા પંપિંગ સ્ટેશનની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તંત્રને સતર્ક રહેવા કડક સૂચના આપી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW