લજાઈ ચોકડી ખાતે મંજૂરી વિના ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શન કરનાર ત્રણ ઇસમો સામે ટંકારા પોલીસની કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા પોલીસ દ્વારા લજાઈ ચોકડી ખાતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શન કરનાર ત્રણ ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, તા. 28/07/2026ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી જાણ કરવામાં આવી હતી કે અમુક ઇસમો લજાઈ ચોકડી ખાતે પૂર્વ મંજૂરી વિના ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જેના આધારે પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ દરમિયાન મોરબી-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે કેટલાક ઇસમો વાહનો રોકી ટ્રાફિક અવરોધી રહ્યા હોવાનું અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાનું જણાયું હતું. આથી વાહન અકસ્માત સર્જાવાની શક્યતા ઉભી થઈ હતી.

પોલીસે તાત્કાલિક તમામ ઇસમોને ડિટેઇન કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હાલમાં હળવદ તાલુકાના રાયધ્રા, પાંડાતીર્થ, સરભંડા અને રણછોડગઢ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્યની પેટાચૂંટણી ચાલી રહી હોવાથી આ પ્રકારના વિરોધ પ્રદર્શનની અન્ય વિસ્તારોમાં પણ અસર થઈ શકે તેમ હતી.

વધુમાં, વિરોધ પ્રદર્શન માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું જણાતા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 અને 285 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓના નામ:

1. હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (ઉ.વ. 35), રહે. દર્પણ સોસાયટી, રવાપર ચોકડી, મોરબી
2. બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (ઉ.વ. 29), રહે. કન્યા છાત્રાલય રોડ, મોરબી
3. પંકજભાઈ દયારામભાઈ મસોત (ઉ.વ. 55), રહે. લજાઈ ગામ, તા. ટંકારા, જી. મોરબી

ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW