લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા નિઃશુલ્ક રોપા, કુંડા અને ચકલીના માળાનું વિતરણ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : પર્યાવરણ સંરક્ષણ, પક્ષી સંવર્ધન અને સામાજિક સેવાના ઉમદા હેતુ સાથે લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા તા. 02 ઓગસ્ટ, 2026 રવિવારના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને નિઃશુલ્ક રોપા વિતરણ, કુંડા વિતરણ તેમજ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી રાહત દરે રાખડીનું પણ વિતરણ કરવામાં આવશે.

ક્લબના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું, પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જવું તેમજ સમાજમાં સેવાભાવના કાર્યોને વેગ આપવાનો છે. આ સેવાકીય કાર્યક્રમનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે નાગરિકોને સહભાગી બનવા અને અન્ય લોકોને પણ માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.

લીઓ ક્લબ ઑફ મોરબી નજરબાગ રોયલ દ્વારા સતત વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ક્લબનો મુખ્ય ઉદ્દેશ જીવમાત્રની સેવા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો છે.

કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન સ્વીકાર્ય હોવાનું આયોજકોએ જણાવ્યું છે. વધુ માહિતી માટે 95370 70527 અથવા 93289 09058 નંબર પર સંપર્ક કરી શકાય છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW