Friday, March 14, 2025

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને ભારતીય કિશાન સંઘના પ્રમુખે કરી રજુઆત

Advertisement

મોરબી: રાજ્યમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે ડુંગળીનું વાવેતર કરતા સમયે જેટલો ખર્ચ થાય છે તેટલી પણ ઉપજ ખેડૂતોને થતી ના હોય જેથી આ બાબતે મોરબી ભારતીય કિસાન સંઘના પ્રમુખે રાજ્યના કૃષિમંત્રીને રજુઆત કરી છે.
ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્યું છે કે ખેડૂતને ડુંગળીનું વાવેતર કરવામાં બીટામણ કરવું, કટા ભરવા, યાર્ડ સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય તે સરભર થાય તેટલા રૂપિયા પણ ડુંગળીમાં ઉપજતા નથી જેથી ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખેડૂતોની દયનીય સ્થિતિનો સરકાર અત્યારે વિચાર નહિ કરે તો ક્યારે કરશે ? તેમ જણાવીને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવો મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવા કૃષિ મંત્રીને જણાવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW