Wednesday, January 22, 2025

મોરબી: યુનિક સ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક્ઝિબિશન યોજાયું

Advertisement

ગત તારીખ 26 અને 27 ના રોજ મોરબીની સામે કાંઠે વિસ્તારમાં આવેલી યુનિક સ્કૂલ ની અંદર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું એક અનોઠું એક્ઝિબિશન યોજાયું હતું આ પ્રદર્શનનું નામ ટ્રેડર્સ ઓફ ટ્રેડિશન એનાયત કરવામાં આવેલું હતું.
આ પ્રદર્શનની અંદર 800 થી વધારે બાળકો
અને 60 જેટલા શિક્ષકોએ ભાગ લઇ 600થી વધારે કૃતિઓ હાથ બનાવટની રજૂ કરી હતી અને 700 થી વધારે ફોટોગ્રાફ્સનો ઉપયોગ થયો હતો.
પ્રદર્શની નું મુખ્ય આકર્ષણ વેદ આધારિત શિક્ષણ અને ભારતમાં વિસરાઈ ગયેલું જ્ઞાન અને ધરોહર ને ઉજાગર કરવાનું હતું.
પ્રદર્શનમાં સોળ સંસ્કાર વેદ દર્શન સ્ત્રી શક્તિ અપ્રચલિત ભારતના સ્વતંત્ર સેનાની, અપ્રચલિત અને ઉત્કૃષ્ટ ભારતના એવા સ્થાપત્ય કલાઓ આપણી નૃત્ય કલાઓ ઉત્સવો પહેરવેશ ધર્મ અને લોક વિચારધારાને પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ભારતના સેકડો વૈજ્ઞાનિક ગણિતજ્ઞ ખગોળશાસ્ત્રી અને વિરાંગનાઓ અને વીરપુરુષો જેના વિશે આપણને કદી પણ યાદ અપાવવામાં જ નથી આવ્યું એવા લોકોની ઝાંખી અને લેટેસ્ટ ટેકનોલોજીમાં વપરાતા રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, થ્રીડી પ્રિન્ટર ફોટોગ્રાફી, સંગીત, ચિત્રકલા, નૃત્ય
નુ બાળકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનને સફળ બનાવવામાં સ્કૂલના બાળકો , શિક્ષકો, મેનેજમેન્ટ, બાળકોના માતા પિતા અને પત્રકાર મિત્રોનો સહયોગ આત્મીયતાથી મળેલ છે એ બદલ સ્કૂલના આચાર્ય ડોક્ટર અમિત કાંતિભાઈ પટેલ
અને મેનેજમેન્ટના મહેશભાઈ સાદરીયા તેમજ જયેશભાઈ કાલરીયા તરફથી શુભેચ્છા અને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા

રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW