સરાયા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ટંકારા પોલીસે એક આરોપીની ધરપકડ કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા ગામે રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 9,300 રોકડા અને એક મોબાઇલ ફોન કબજે કર્યો છે.

પકડાયેલ આરોપી:

કરણભાઈ મનુભાઈ વાછાણી (ઉ.વ. 20), હાલ જુનાગઢ (મૂળ કેશોદ, જુનાગઢ)

પકડવાના બાકી આરોપીઓ:

વિશાલ સોલંકી, રહે. જુનાગઢ

સુનીલભાઈ સોઢા, રહે. જુનાગઢ

આ ગુનામાં અગાઉ સરાયા ગામના મકાનમાંથી અંદાજે બે તોલાની સોનાની માળા અને રૂ. 15,000 રોકડા સહિત કુલ રૂ. 1.72 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. ટંકારા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW