મોરબીમાં મચ્છુ જળ હોનારત દિવસ નિમિત્તે આવતી કાલે સ્મૃતિ રેલી

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ મચ્છુ જળ હોનારત દિવસ નિમિત્તે સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

સ્મૃતિ રેલીનો પ્રારંભ બપોરે 3:15 કલાકે મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક મેઈન ઓફિસ ખાતેથી થશે. રેલી ગાંધી ચોક મેઈન ઓફિસથી શાખ માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ થઈ મણીમંદિર ખાતે પહોંચશે.

મણીમંદિર પટાંગણમાં રેલી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા રેલીમાં જોડાનાર તમામ નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

મોરબીવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર સ્વજનોની સ્મૃતિને નમન કરે અને દિવંગત આત્માઓને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW