ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા

Advertisement
Advertisement
Advertisement

નવા પરિપત્ર મુજબ પારદર્શક પદ્ધતિથી ભાવ નક્કી કરાયા: જૂના ભાવની સરખામણીએ ખેડૂતોની માંગણી અનુસાર ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે

*વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯ ના ખેડૂતને જૂની પદ્ધતિથી રૂ. ૧૪.૫૭ લાખ સામે નવી પદ્ધતિથી મળવાપાત્ર થયા રૂ. ૫૮.૬૧ લાખ: ન્યાયી વળતરથી ખેડૂતોમાં સંતોષની લાગણી

મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી સરકારના તા. ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ અન્વયે નવા ભાવ નિર્ધારિત કરવા પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC) ની બેઠક જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપની પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં કલેક્ટરશ્રી, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા આપેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી યાદચ્છિક રીતે બે ચિઠ્ઠી પસંદ કરી ૧૫ જેટલા સર્વે નંબરોના ભાવ પારદર્શક રીતે નક્કી કરવામાં આવ્યા હતા.

નવી નીતિના પરિણામે ખેડૂતોને ૪૦૦% થી વધુ વળતર નક્કી થયું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯ માં જૂની DLVC પદ્ધતિ મુજબ પ્રતિ ચોરસ મીટરે ૮૫ ટકા પ્રમાણે રૂ. ૯૭૯ ના ભાવે ખેડૂતને રૂ. ૧૪.૫૭ લાખ મળવાપાત્ર હતા, તેની સામે નવી MRC કમિટીમાં રૂ. ૧૯૪૫ ભાવ નક્કી થતાં તેના ૨૦૦ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૫૮.૬૧ લાખ ચૂકવાશે જે મુજબ ૪ ગણાથી વધુ ભાવ મળશે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારશ્રીના નિયમો મુજબ અલગથી ચૂકવવામાં આવશે.

કમિટી દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી ખેડૂતોએ સંતોષ અને ન્યાય મળ્યાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. આગામી સમયમાં પણ આ જ પારદર્શક પદ્ધતિથી ભાવો સુનિશ્ચિત કરવામાં આવશે. જેથી ટ્રાન્સમિશન લાઈનો સંદર્ભે જિલ્લાના તમામ ખેડૂતો આ રીતે MRC કમિટીમાં જોડાય તે બાબતે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW