સનફ્લોરા હાઈટ્સ સોસાયટીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સનફ્લોરા હાઈટ્સ સોસાયટીમાં દર વર્ષની પરંપરા મુજબ ઉત્સવ સમિતિ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સનફ્લોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સોસાયટીના ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં નાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં વિવિધ કૃતિઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મગનભાઈ જાકાસણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોમાં આત્મવિશ્વાસ અને મૌલિકતાને પ્રોત્સાહન મળે તથા તેઓ આગામી રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમોમાં કોઈપણ પ્રકારના ડર વિના સ્ટેજ પરથી પોતાની વાત રજૂ કરી શકે તેવા હેતુથી શ્રેષ્ઠ રીતે રજૂઆત કરનાર બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.

‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન મણીભાઈ વી. સરડવા (પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ)ની યાદીને પણ યાદ કરવામાં આવી હતી.

આમ, સનફ્લોરા હાઈટ્સ સોસાયટીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રભક્તિ, ઉત્સાહ અને બાળકોના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપતા માહોલમાં સંપન્ન થઈ હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW