Sunday, February 2, 2025

બેટી હું મૈં બેટી મૈં તારા બનુંગી ઉજીયારા બનુંગી:- મોરબીના નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિકરીઓની ટુર્નામેન્ટ રમાઈ

Advertisement

મોરબીનાં લીલાછમ્મ અને લોર્ડ્સ ટાઈપ મુરલીધર ક્રિકેટ મેદાનમાં ગર્લ્સ ટ્રાયગલ ક્રિકેટ સિરીઝનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મધુપુર માસ્ટર્સ, રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર ટિમ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર બાદ ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર વચ્ચે રમાયો હતો. દિલધડક ફાઈનલ્સ મુકાબલામાં રામપર રોયલ્સ વિનર થઇ હતી. બાળકોને રામપર શાળા તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.મધુપૂર શાળા તેમજ દ્વારકેશ હોટેલ તરફથી આકર્ષક ઈનામી ટ્રોફીના દાતા બન્યા હતા. સોખડા સ્કૂલ તેમજ પરંપરા હોટેલ તરફથી બાળાઓને સુંદર હેડકેપ આપવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોંનગ્રા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય આવી શક્યા નહોતા પણ એમના તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુખાભાઈ ડાંગર, વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાંગર, તા.શિ સંઘ મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, માળીયા મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, મોરબી જિલ્લા આરોગ્ય સંઘના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર, પ્રભાતભાઈ બોરીચા,દિનેશભાઈ કાનગડ, કિશોરભાઈ બાલાસરા, રાજેશભાઈ રાઠોડ,રાજેશભાઈ બાલાસરા,પ્રકાશભાઈ બોરીચા, પ્રફુલભાઈ ડાંગર, સુનિલભાઈ બરાસરા, દિવ્યેશભાઈ અઘારા વગેરે બાળાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ શુભેછા પાઠવી હતી.તેવું સોખડા શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW