મોરબીમાં પોલીસની સરાહનીય કામગીરી
CEIR પોર્ટલ અને CCTVની મદદથી રૂ.10.31 લાખની કિંમતના 36 ખોવાયેલા મોબાઇલ તેમજ CNG રિક્ષામાં ભૂલાઈ ગયેલા રૂ.96 હજાર રોકડ મળી કુલ રૂ.11.27 લાખનો મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવ્યો.
પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા DYSP જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ PI વાય.બી. જાડેજા અને PSI જે.સી. ગોહિલની દેખરેખમાં સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ વર્કઆઉટ કરી આ સફળ કામગીરી કરી હતી.
પોલીસની કામગીરીથી અરજદારોને તેમનો ખોવાયેલો મુદ્દામાલ પરત મળતા “પોલીસ પ્રજાની મિત્ર”નું સૂત્ર સાર્થક થયું.


