ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં પવનસુત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા કુલ 7 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 52 ગંજીપત્તા, રોકડ રૂ.2,23,200 અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,92,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ વિરુદ્ધ જુગારધારા કલમ 4,5 હેઠળ ગુનો નોંધાયો છે.
પકડાયેલા આરોપીઓ:
1. મીતેશભાઈ દિનેશભાઈ અઘારા (ઉં.વ.27)
2. ગૌરવભાઈ નથુભાઈ વરમોરા (ઉં.વ.31)
3. દિવ્યેશભાઈ ઈશ્વરભાઈ પાડલીયા (ઉં.વ.32)
4. વિકાસભાઈ હેમરાજભાઈ રાણીપા (ઉં.વ.30)
5. રવીકુમાર અમૃતલાલ વાધડીયા (ઉં.વ.30)
6. વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતીયા (ઉં.વ.40)
7. ભાવેશભાઈ મનજીભાઈ જગોદરા (ઉં.વ.36)


