Saturday, March 15, 2025

ટ્રકમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

Advertisement

મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકત રાહે બાતમી મળેલ કે, એક ટ્રેલર ન. RJ-19-GE-6045 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં ઇગ્લીશદારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જનાર છે,જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ મોરબી તાલુકા પોલીસે પ્રોહી. અંગે રેઇડ કરવા સુચના કરતા જરૂરી પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસે અલગ અલગ વોચ તપાસમાં રહી ટ્રેક ટેલરના RJ-19 -GE-6045 વાળાની કેબીનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ તથા બીયરની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭ર કિં.રૂ.૩૧,૨૦૦/- તથા ટ્રેક ટેલર ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૩૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ હેમારામ હનુમાનરામ ગોદારા, ધંધો-ડ્રાઇવિંગ, રહે પાલુ ભાખરી કરના, તા સિંઘરી, જી. બાડમેર, રાજસ્થાન વાળાને ઝડપી પાડી પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW