કચ્છ: કોમલ રામાનુજ સાધુની મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે યોજાનાર રાજ્યસ્તરીય વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પસંદગી થતાં પરિવાર અને સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
SPNIWCD, ઈન્દોર (મધ્યપ્રદેશ) ખાતે “Psycho-Social Care of Children in Need of Care and Protection” વિષય પર યોજાનાર વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે સમગ્ર ગુજરાતમાંથી માત્ર 12 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં કોમલ રામાનુજ સાધુ, સુપરિન્ટેન્ડેન્ટ, કચ્છનો પણ સમાવેશ થયો છે.
આ પસંદગી બદલ કોમલ સાધુએ પરમકૃપાળુ હનુમાનજી દાદા, કમલા માતાજી અને ઉજ્જૈનના મહાકાલ બાબાની કૃપા તથા પરિવારના વડીલોના આશીર્વાદને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર પરિવાર અને વડીલોના આશીર્વાદ તથા પુણ્યનું ફળ છે.
રાજ્યસ્તરીય આ વિશિષ્ટ તાલીમ માટે પસંદગી થતાં કોમલ રામાનુજ સાધુને પરિવારજનો, સ્નેહીજનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.


