મોરબી AHTU અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે ૨૦ માસથી નાસતા ફરતા અપહરણના આરોપી મગનભાઈ ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગર (ઉ.વ. ૩૦)ને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી સગીર વયની યુવતીને અપહરણ કરી ફરાર થયો હતો. ગુપ્ત બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.
કાર્યવાહી AHTU PI પી.આર. સોલંકી તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


