મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ની ખાતે સરપ્રાઈઝ મુલાકાતે

Advertisement
Advertisement
Advertisement

હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર અને રેકોર્ડની નિભાવણી ચકાસી અધિકારીઓ, વિદ્યાર્થી ની ઓ સાથે વાતચીત કરી જરૂરી સૂચનો કર્યા

આજે રોજ મોરબી જિલ્લામાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે સરપ્રાઇઝ મુલાકાત કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભૌતિક સુવિધાઓ, બેડિંગ, ક્લોથિંગ, ભોજન વગેરેનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

બાલિકાઓ ના આરોગ્ય ની ચકાસણીમાટે યોગ્યતા અનુસાર મેડિકલ સ્ટાફ ની નિમણૂક કરવા અંગે તેમજ વિકાસ વિદ્યાલય ખાતે સ્ટાફની જરૂરી સ્ટાફની ભરતી બાબતે ચર્ચા કરવા માં આવી હતી. તદુપરાંત નિભાવવામાં આવતા રજીસ્ટરોની તપાસ તેમજ સૂચનપેટીના પત્ર વ્યવહાર અંગે ની ચકાસણી તેમજ તે સબંધિત જે તે અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. તેમજ બિલ્ડિંગ ના ચાલતા કામો ની ચકાસણી કરી.

બાળાઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને મળતી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર બાળકોના સુરક્ષિત અને સુવ્યવસ્થિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW