મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી પી.જી.વી.સી.એલ.ના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી વિસ્તારના પી.જી.વી.સી.એલ.ને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠક તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના સોમવારે સાંજે ૪:૦૦ કલાકે પી.જી.વી.સી.એલ. કચેરી, મોરબી-૨ ખાતે યોજાશે. બેઠકમાં મંત્રી ઉપરાંત માનનીય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજકોટ અને મોરબીના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

મોરબી વિસ્તારના ઉદ્યોગકારો તથા પ્રજાજનોને પી.જી.વી.સી.એલ.ને લગતા કોઈ પડતર પ્રશ્નો હોય, તો તે પ્રશ્નો લેખિતમાં બે નકલમાં તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબી સ્થિત ઉમા ટાઉનશીપ કાર્યાલય ખાતે પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.

આ સમીક્ષા બેઠકના માધ્યમથી પી.જી.વી.સી.એલ. સંબંધિત પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW