મોરબી મહાનગર પાલિકા ના કોર્પોરેટર અને શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ રિષીપભાઈ કૈલાનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરીવારજનોની સાથે સગાંવહાલા નામી અનામી મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો કાર્યકરો અને હિતેચ્છુઓ દ્વારા તેમના જન્મદિવસે લાગણી પ્રેમ ભાવ વ્યક્ત કરીને સોશિયલ મીડિયા અને ટેલીફોનિક દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસાવી શુભકામના પાઠવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રીય બની લોકશાહીમાં ભાજપ જેવી મજબુત પાર્ટી સાથે ઈમાનદારીપુર્વક પોતાની પાર્ટી પ્રત્યેની ફરજ બજાવી પાર્ટી સાથે જોડાયેલા છે રીષીપભાઈ કૈલા મુળ માળીયા તાલુકાના વેજલપર ગામના અને હાલ મોરબી રહે છે તેઓ સુશીલ સ્વભાવના માયાળુ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે જેથી પાર્ટી પ્રત્યે પ્રગતિશીલ રહેતા રિષીપભાઈ કૈલાએ નાની ઉંમરે મોટૂ નામ કમાઈ ઉંચી ઉડાન ભરીને કૈલા પરીવારનુ નામ રોશન કર્યું છે ત્યારે આજે તેમના જન્મદિવસે સતત ફોનની ઘંટડી રણકી રહેતી હોય તેમ સોશિયલ મીડિયા ઉપર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે


