મોરબી LCB ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: બે આરોપી ઝડપાયા, રૂ. ૮.૭૫ લાખનો મુદ્દામાલ કબજે
મોરબીના ઘુટૂ ગામથી ઉંચી માંડલ વચ્ચે કેનાલ નજીક મોરબી LCB ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી સફેદ કલરની બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૩૧૫ ઝડપી પાડી હતી.
પોલીસે સ્થળ પરથી પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા (ઉ.વ.૨૦) અને રોહીતભાઈ સવઘણભાઈ ઇંદરીયા (ઉ.વ.૨૩), બંને રહે. રાતાભેર ગામ, તા. હળવદ,ને ઝડપી પાડ્યા હતા. જ્યારે શક્તિ રાજપુત (રહે. માથક ગામ, તા. હળવદ)ને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂની ૭૫૦ મીલીની Mcdowell’s બોટલ નંગ-૫૫, Royal Stag બોટલ નંગ-૩૫ અને RJ Green Specialની ૧૮૦ મીલીની પ્લાસ્ટિક બોટલ નંગ-૨૨૫ મળી કુલ રૂ. ૭૫,૪૮૫નો દારૂ તેમજ રૂ. ૮ લાખની બ્રેઝા કાર સહિત કુલ રૂ. ૮,૭૫,૪૮૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


