મોરબીમાં સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી સમાજનું ગૌરવ એવા સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિત (C.A.)ની પાવન સ્મૃતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પનું આયોજન તા. 27 સપ્ટેમ્બર, 2026, રવિવારના રોજ સવારે 8:00થી બપોરે 1:00 વાગ્યા સુધી કરવામાં આવશે. કેમ્પનું સ્થળ સંસ્કાર બ્લડ બેંક, મોરબી રાખવામાં આવ્યું છે.

રક્તદાન મહાદાન છે અને રક્તની એક બોટલ કોઈ જરૂરિયાતમંદ દર્દી, અકસ્માતગ્રસ્ત વ્યક્તિ અથવા જીવન માટે સંઘર્ષ કરી રહેલા દર્દી માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વધુમાં વધુ લોકો જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરે તે માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

સમાજમાં સેવા, સંસ્કાર અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ રક્તદાન કેમ્પમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોના ભાઈઓ-બહેનોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગના હોદ્દેદારો:
પ્રમુખ – સચીનભાઈ કોટેચા
સેક્રેટરી – અલ્પેશભાઈ પુજારા
ખજાનચી – જસવંતભાઈ મીરાણી

“રક્તદાન કરીએ, જીવનદાનનું નિમિત્ત બનીએ.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW