મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની સઘન ડ્રાઈવ

Advertisement
Advertisement
Advertisement

તમામ ૧૩ વોર્ડમાં ચેકિંગ: ૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, રૂ. ૫૩,૬૦૪નો દંડ વસૂલ

મોરબી, તા. ૨૬ સપ્ટેમ્બર: મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત શહેરને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્યથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલોની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૧થી ૧૩માં મુખ્ય માર્ગો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન-ગલ્લા સહિતના વિવિધ વેપારી એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ, ઝભલા, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કટલરી સહિતનો આશરે ૬૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નિયમભંગ કરનાર વેપારીઓ અને આસામીઓ પાસેથી કુલ રૂ. ૫૩,૬૦૪ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો અને નાગરિકોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડ કે કાગળની પર્યાવરણમૈત્રી થેલીઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ તમામ વોર્ડમાં પ્લાસ્ટિક વિરોધી ડ્રાઈવ વધુ કડકાઈથી ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW