મોરબી LCBની કાર્યવાહી: 54 ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી સહિત 6 નાસતા ફરતા ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB/પેરોલ ફર્લો સ્કવોડે મોટી કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી કુલ 6 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં દારૂબંધીના ગુનાઓમાં વોન્ટેડ પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે હળવદ પોલીસના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (ઉ.વ. 45), દાહોદને દાહોદ ખાતેથી ઝડપી લેવાયો હતો.

પોલીસ મુજબ આ આરોપી અગાઉ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તમામ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW